Homeગુજરાતમોરબીમોરબીમાં મોબાઇલમાં ‘લુડો કિંગ’ ગેમ પર જુગાર રમતા બે શખ્સ ઝડપાયાં

મોરબીમાં મોબાઇલમાં ‘લુડો કિંગ’ ગેમ પર જુગાર રમતા બે શખ્સ ઝડપાયાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન અવની ચોકડી પાસે કેનાલ નજીકથી બે શખ્સોને લુડો કિંગ ગેમ પર રૂપિયાની હાજરજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીની અવની ચોકડી પાસે કેનાલ નજીકથી લુડો કિંગ ગેમ પર રૂપિયાની હાજરજીતનો જુગાર રમતા બે ઈસમ મહમદભાઇ ઇલ્યાસભાઇ સાઇબાની (ઉ.વ.૨૩) રહે-કબીર ટેકરી શેરી નં-૧ મોરબી તથા મનિષભાઇ જયકિશનભાઇ અનાવડીયા (ઉ.વ.૨૫) રહે-અવની ચોકડી દુકાનમા મુળ રહે-એસ.બી.આઇ બેન્ક વાળી ગલી મીલની ચાલી રતનપર સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ ૧૦૨૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular