Homeગુજરાતમોરબીહળવદ નજીક ઓવરટેક કરવાની હડબડમાં દુર્ઘટના: ટ્રોલીનું વ્હીલ ફરી વળતાં એક વ્યક્તિનુ... મોરબી હળવદ નજીક ઓવરટેક કરવાની હડબડમાં દુર્ઘટના: ટ્રોલીનું વ્હીલ ફરી વળતાં એક વ્યક્તિનુ મોત By morbisahyognews March 15, 2026 80 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં ગોલાસણ રોડ ઉપર બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા વ્યક્તિનું ટ્રોલીના વ્હીલ નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં અરવિંદભાઈ અરજણભાઈ માણાવદરીયા વાલાની વાડીએ રહેતા દિનાબેન રેશલીયાભાઈ ભીલ (ઉ.વ.૪૨) એ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-13-KK-8178 વાળાના ચાલક અજીતભાઈ સુરેશભાઈ ઘાણક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળુ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-13 KK-8178 બેફીકરાઇથી પુરઝડપે ચલાવી આગળ જતુ ટ્રેકટર જેના રજીસ્ટર નં-GJ-36 AC-4284 જેની પાછળ જોડેલ ટ્રોલી નં-GJ-13 W-9933 વાળાને ઓવર ટેક કરવા જતા મોટરસાયકલ સ્લીપ ખવડાવી દેતા મોટરસાયકલ પાછળ બેસેલ ફરીયાદીના પતિ રેશલીયા નીચે પડી જતા ટ્રોલીનુ પાછળનુ વ્હીલ છાતી ઉપર ફરી જતા છાતી તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પરથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો April 20, 2026 મોરબી વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી; વાલી-વારસની શોધખોળ શરૂ April 20, 2026 મોરબી આગામી 24 એપ્રિલે પુષ્ય નક્ષત્રે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે April 20, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પરથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો morbisahyognews - April 20, 2026 વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી; વાલી-વારસની શોધખોળ શરૂ morbisahyognews - April 20, 2026 આગામી 24 એપ્રિલે પુષ્ય નક્ષત્રે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે morbisahyognews - April 20, 2026 વાંકાનેરમાં પચ્ચીસવારીયા પાસે એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ morbisahyognews - April 20, 2026 મોરબીમાં સીટી મોલમાં IPL મેચ પર ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ: 5.26 લાખના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા morbisahyognews - April 20, 2026