Homeગુજરાતમોરબીહળવદમા રહેણાંક મકાનમાંથી રૂ.23,800 નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

હળવદમા રહેણાંક મકાનમાંથી રૂ.23,800 નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

હળવદ શહેરમાં આવેલ રાવલફળી વિસ્તારમાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી રૂપિયા ૨૩,૮૦૦ નો વિદેશી દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ શહેરમાં આવેલ રાવલફળી વિસ્તારમાં રહેતા આરોપી કિશનભાઇ ઉર્ફે કારિયો પ્રવિણભાઇ બાબરિયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૨૩૮ કિંમત રૂપિયા ૨૩,૮૦૦ નો મુદામાલ ઝડપી પાડી રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular