મોરબીની રાજપર ચોકડી ઘુનડા રોડ તરફ જતા રોડના વણાંક પર કાર ચાલકે સફાઇ કામદાર મહિલાને હડફેટે લેતા મહિલાને ઇજા પહોંચી હતી જેથી મહિલાએ આરોપી કાર ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના જેલચોક સામે દલિતવાસમા રહેતા સફાઈ કામદાર સંગીતાબેન કાનજીભાઈ ઝાલા એ આરોપી અલ્ટ્રોગાડી જેના રજીસ્ટર નંબર -GJ-36 F 9655ના ચાલક દિલીપભાઈ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી એ પોતાના હવાલા વાળી ફોર વ્હિલ અલ્ટ્રો ગાડી જેના રજીસ્ટર નંબર GJ-36 F 9655 ના ચાલક દિલીપભાઇ રાજપર ચોકડી થી ઘુનડા રોડ તરફ સાફ સફાઇ કરતા ફરીયાદીને ફુલ સ્પિડમા આવી અક્સ્માત કરી ફરીયાદીને શરીરે ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.