Homeગુજરાતમોરબીવાંકાનેરમાં પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં તાળા તોડી રૂ.1.94 લાખના કેબલ વાયર અને સ્ટાર્ટરની...

વાંકાનેરમાં પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં તાળા તોડી રૂ.1.94 લાખના કેબલ વાયર અને સ્ટાર્ટરની ચોરી

વાંકાનેર તાલુકા પંથકમા ચોરીની એક ઘટના સામે આવી છે. જેમાં ભેરડા ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા મિનરલ્સ નામના ગળદા (બેલા પથ્થર)ના પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં તાળા તોડી અજાણ્યા ચોરોએ લાખો રૂપિયાની મત્તા ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.42) એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની માલીકીની ગુરૂકૃપા મિનરલ્સ નામે ગળદા (બેલા પથ્થર)નો પ્લાન્ટના લેબર ક્વાટરમાં કોઇપણ સમય દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તાળા તોડી ક્વાટરમાં પ્રવેશ કરી ક્વાટરામાં રાખેલા (૧) ૦૬ એમ.એમ. પટ્ટી કેબલ વાયર આશરે ૮૦૦ મીટર કિ.રૂ. ૧૮૬૪૦૦/- (૨) પાવર સ્પ્લાયના સ્ટાટર નંગ-૦૮ કિ.રૂ.૮૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૧૯૪૪૦૦/ના મત્તાની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular