મોરબી: “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે ફરીયાદીને ચોરી થયેલા દાગીના અને મોબાઇલ મળી કુલ રૂપીયા- ૨૭,૪૨,૩૯૨/- નો મુદામાલ પરત સોપવામાં આવેલ છે.
ફરીયાદી બહારગામ ગયા હતા તે દરમ્યાન અજાણ્યા આરોપીએ તેમના બંધ રહેણાંક મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આરોપીએ મકાનમાં રાખેલી તીજોરી અને કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
આ ગુનાની તપાસ દરમિયાન એલ.સી.બી. પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલરૂ. 26,04,105 નો મુદામાલ કબજે કર્યો હતો. બાદમાં ટંકારા કોર્ટના આદેશ મુજબ આ મુદામાલ ફરીયાદીને પરત સોંપવામાં આવ્યો હતો.
તે ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા અલગ-અલગ અરજદારોના કુલ 7 મોબાઇલ ફોન, જેની કિંમત રૂ. 1,38,287 થાય છે, તે પણ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. આ રીતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ કુલ રૂ. 27,42,392 નો મુદામાલ પરત કરવામાં આવ્યો હતો.