Homeગુજરાતમોરબીમોરબી મનપાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસ ખાતે 31 માર્ચ સુધી...

મોરબી મનપાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસ ખાતે 31 માર્ચ સુધી દર શનિવાર અને રવિવારે મિલકત વેરો સ્વીકારાશે 

જે મીલકત ધારકો દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે તે મિલકત ધારકોની મિલકત વેરા પર 18 % વ્યાજ લગાવવામાં આવશે

મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025 26 નું વિવિધ પ્રકારના ટેક્સ નું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસૂલવાની કામગીરી મિલકત વેરા શાખા એ હાથ ધરી છે

મૌરબી મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા જે મિલકત આસામીઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલીંગ કામગીરી ટેક્સ શાખા દ્વારા તારીખ 31/03/2026 સુધી કરાઈ છે આગામી સમયમાં જે રહેણાંક મિલકતના 10000 ઉપર મિલકત વેરો બાકી હોય તેવી દરેક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઇલ દ્વારા આપતા મિલકત ધારક દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ કનેકશન કાપ્યા માં આવશે.

આગામી સમયમાં મિલકતવેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે. ટેકસશાખાની વોરંટ બજવણી અને સીલીંગ પ્રોસેસ તા. 31-03-2026 સુધી યથાવત રહેશે. જેની સર્વે બાકીદારોએ નોંધ લેવી.

કલસ્ટર-10 મોરબી મહાનગરપાલિકાના બાકીદારો માટે મિલકતવેરો ભરપાઈ કરવા માટે હાલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદાર દ્વારા ઓનલાઈન વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનથી ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્વારાકુલ 11 (અગીયાર) નીચે દર્શાવેલ કલસ્ટર ઓફીસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે જેમના સ્થળ નીચે મુજબ દર્શાવેલ છે.

કલસ્ટર-1 (નાનીવાવડી પંચાયત),

કલસ્ટર-2 (અમરેલી પંચાયત), કલસ્ટર-૩ (મહેન્દ્રનગરપંચાયત), કલસ્ટર-4 (ભડીયાદપંચાયત), કલસ્ટર-5 (ત્રાજપરપંચાયત), કલસ્ટર-6 (ગ્રીનચોકલાઈબ્રેરી), કલસ્ટર-7 (વિશ્વકર્મબાલમંદિર, વાંકાનેરદરવાજા પાસે),  કલસ્ટર-9 (શનાળા ગ્રામપંચાયત) (રવાપરગ્રામપંચાયત),  કલસ્ટર-11 (લીલાપરગ્રામપંચાયત) ઓફિસમાં સવારે 10:30 થી સાંજના 04:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે.

તેમજ હાલ મહાનગરપાલિકામાં રૂમનં-9માં POS મશીન દ્વારા અરજદારનો મિલકતવેરો લેવાનો શરૂ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે.

મહાનગરપાલિકાની https://mmcgujarat.in/ વેબસાઈટમાંથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પરજઈ Morbi Municipal Corporation લખતા મોરબીમહાનગરપાલિકાના લોગોવાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકત વેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં અરજદારોએ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. જેના વેબસાઇટ, મોબાઈલ એપ્લીકેશનના OR કોડ નીચે દર્શાવેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાહેર અપીલથી જાણ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular