અમદાવાદ-હળવદ હાઇ-વે રોડ સુખપર ગામ પાસેથી ટ્રકમાંથી કિ.રૂ ૪,૬૪, ૬૦૦/- નો વિદેશી દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ ૧૫,૧૪,૧૬૫/- નો મુદામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે અમદાવાદ – હળવદ માળીયા હાઇવે રોડ સુખપર ગામ નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં પડી રહેલ અશોક લેલન ટ્રક રજીસ્ટર નંબર RJ-52-GA 9204 વાળીમાંથી સફેદ પાવડર (માટી)ની આડમાં ભરેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રોડની બોટલ નંગ- ૪૨૨૩ જેની કુલ કિ.રૂ ૪,૬૪,૬૦૦/-નો મુદામાલ તેમજ ટ્રક, મોબાઇલ ફોન, રોકડ વિગેરે અન્ય મુદામાલની કિંમત મળી કુલ કિ.રૂ ૧૫,૧૪,૧૬૫/- ના મુદામાલ સાથે એક ઇસમ જાન મહમદ અબ્દુલ રસીદ મેવ રહે ગામ નીમલી તા. તીજારા જી.અલવર રાજ્ય રાજસ્થાનવાળાને પકડી આરોપી ટ્રક ચાલક તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.