Homeગુજરાતમોરબીમોરબીમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો

મોરબીમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો

મોરબીના વિશીપરા ચાર ગોદામ પાસે ગુલાબનગરમા યુવકને અગાઉ થયેલ માથાકુટનુ સમાધાન કરવાના બહાને બોલાવી આરોપીઓએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ વિશીપરા ધોળેશ્વર રોડ કેશ્વાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૦૧ માં રહેતા ઇમરાનભાઈ હનીફભાઇ સુમરા (ઉ.વ.૩૫) એ આરોપી આસીફભાઇ હુશેનભાઇ સુમરા, અરબાઝભાઇ હુશેનભાઇ સુમરા રહે બન્ને વીશીપરા ચાર ગોદામ પાસે ગુલાબનગર મોરબી, સલમાબેન હુશેનભાઇ સુમરા રહે વીશીપરા ચાર ગોદામ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સલમાબેન સાથે અગાઉ થયેલ માથાકુટના સમાધાન કરવાના બહાને આરોપી આસીફભાઈ તથા અરબાઝએ બોલાવી આરોપીએ ફરીયાદીને પીઠના ભાગે લોખંડનો પાઇપ મારી નીચે પછાડી આરોપીઓએ ફરીયાદીને લોખંડના પાઇપ વતી બન્ને પગમાં ઇજાઓ કરી તેમજ આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular