Homeગુજરાતમોરબીહળવદમાં બાળક બાબતે બબાલ થતા ફરીયાદ નોંધાઈ 

હળવદમાં બાળક બાબતે બબાલ થતા ફરીયાદ નોંધાઈ 

હળવદ શહેરમાં બાળક બાબતે થયેલા વિવાદને લઈને એક શખ્સ દ્વારા વૃદ્ધના ઘરે જઈ તમારા દિકરાના દિકરાએ મારી ભાણીનુ બાવડું પકડેલ છે તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા નાનજીભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ.૭૧) એ આરોપી જયેશ કાલુભાઈ પરમાર રહે. બસ સ્ટેન્ડ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા શૈલેષનો દિકરો સાજના સાડા સાતેક વાગ્યાના આરોપીની દુકાને નાસ્તો લેવા ગયેલ ત્યારે આરોપીની ભાણી દુકાને હોય અને નાસ્તો લઇ ઘરે આવતો રહેલ બાદ રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના આરોપી હાથમા ધોકો લઇ ફરીયાદીના ઘરે જઇ દરવાજા પર ધોકો મારી કહેવા લાગેલ કે,તમારા શૈલેશના દિકરાને કહી દેજો મારી ભાણીનુ બાવડુ પકડેલ છે.તેમ કહી બોલાચાલી કરી જગડો કરી ગાળો દેવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદો નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular