Homeગુજરાતમોરબીહળવદમાં બીયરના 300થી વધુ ટીન સાથે બે આરોપી ઝડપાયા

હળવદમાં બીયરના 300થી વધુ ટીન સાથે બે આરોપી ઝડપાયા

હળવદ વિસ્તારમાં દારૂબંધી હોવા છતાં બિયર ટીનના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઇંગોરાળા –મયાપુર રોડ પર નર્મદા કેનાલના નાળાના નજીકથી અલ્ટો કારમાં લઈ જવાતો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન રેઇડ કરતા હળવદના ઇંગોરાળા મયાપુર રોડ નર્મદા કેનાલના નાલા પાસે પ્રકાશનગરથી આવતા રોડ પર અલ્ટો કાર રજીસ્ટર નંબર -જીજે-૦૫- જે.આર-૦૯૬૬ વાળીમાથી બિયર ટીન નંગ -૩૦૦ કુલ કિંમત રૂપિયા ૬૩,૭૨૦ નો મુદ્દામાલ તેમજ ફોર વ્હીલ કારની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨,૨૬,૭૨૦ નાં મુદ્દામાલ સાથે આરોપી સુરેશભાઈ કંદુભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર અને મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો ભીમાભાઈ જીંજુવાડીયા નવા ઇશનપુર, હળવદવાળાને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular