Homeગુજરાતમોરબીહળવદ નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં ; 2.24 લાખનો...

હળવદ નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં ; 2.24 લાખનો મુદ્દામાલ જપ્ત 

હળવદ વેગડવાવ ફાટક પાસે ઈશનપુર રોડ પર શંકાસ્પદ કારની તલાશી લેતા આઇ-૨૦ કારમાંથી ૨૪,૨૦૦ નો વિદેશી દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ૨,૨૪,૨૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે હળવદ નજીક વેગડવાવ ફાટક પાસે ઈશનપુર રોડ ઉપર શંકાસ્પદ કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હુંડાઇ કંપનીની આઇ-૨૦ કાર નંબર GJ-01-KB- 5656માંથી કિંગફિશર એક્સટ્રા સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના ૫૦૦ એમ.એલ.ના ૨૪ ટીન (કિંમત રૂ.૪,૮૦૦), માઉન્ટન ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બીયરના ૭૨ ટીન (કિંમત રૂ.૧૪,૪૦૦) તેમજ ગોવા વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૫૦ બોટલ (કિંમત રૂ.૫,૦૦૦) સહિત કુલ રૂ.૨૪,૨૦૦ નો દારૂ અને રૂ.૨,૦૦,૦૦૦ કિંમતની કાર મળી કુલ રૂ.૨,૨૪,૨૦૦ નો મુદામાલ સાથે આરોપી ધ્રુવ ઠાકરશીભાઈ પરમાર (ઉ.વ.૧૯) અને ધ્રુમિત જયંતિભાઈ સોનાગ્રા (ઉ.વ.૧૯), રહે. બંને સ્વામિનારાયણ નગર, હળવદવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular