મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ મેક્ષ ગ્રેનીટો સિરામિક ના લેબર ક્વાર્ટરમાં રહેતા સુમીતકુમાર શ્યામનારાયણ ચૌહાણ (ઉ.વ.૨૩) નામના યુવક ગ્લેજ લાઇનમાં કામ કરતા હોય તે દરમિયાન કોઈ કારણસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.