Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકા દ્વારા સેન્ડસ્ટોન પથ્થરમાં કોતરણીથી તૈયાર કરેલ દિશા નિર્દેશક બોર્ડ સ્થાપિત...

મોરબી મહાનગરપાલિકા દ્વારા સેન્ડસ્ટોન પથ્થરમાં કોતરણીથી તૈયાર કરેલ દિશા નિર્દેશક બોર્ડ સ્થાપિત કરવાની કામગીરી પ્રગતિ હેઠળ

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા તેમજ નાગરિકો અને શહેરમાં આગમન કરતા મુલાકાતીઓને વિવિધ મહત્વપૂર્ણ સ્થળો સુધી સરળતાથી માર્ગદર્શન ઉપલબ્ધ થાય તે હેતુસર દિશા નિર્દેશક બોર્ડ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત સેન્ડસ્ટોન પથ્થરમાં કોતરણીથી તૈયાર કરેલ દિશા નિર્દેશક બોર્ડ શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

આ યોજના હેઠળ શહેરના મુખ્ય માર્ગો, મહત્વપૂર્ણ ચોકડીયો, જાહેર ઉપયોગની સંસ્થાઓ, શાસકીય કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ તેમજ અન્ય મહત્વપૂર્ણ જાહેર સ્થળોને ધ્યાનમાં રાખી દિશા નિર્દેશક બોર્ડ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. સેન્ડસ્ટોન પથ્થરમાં કોતરણીથી તૈયાર કરાયેલા આ બોર્ડ ટકાઉ હોવા ઉપરાંત શહેરના સૌંદર્યવર્ધનમાં પણ સહાયક સાબિત થશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બને તેમજ માર્ગ સુરક્ષા વધે તે માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને દિશા નિર્દેશક બોર્ડ સ્થાપિત કરવાની આ કામગીરી શહેરમાં વાહનવ્યવહારને સુવ્યવસ્થિત બનાવવામાં તથા નાગરિકોને માર્ગદર્શન સુલભ બનાવવા દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં દિશા નિર્દેશક બોર્ડ સ્થાપિત કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે અને આગામી સમયમાં તબક્કાવાર શહેરના અન્ય મુખ્ય માર્ગો તથા વિસ્તારોમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં શહેરમાં માર્ગદર્શન વધુ સુલભ બનશે તથા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ તથા નાગરિક સુવિધાઓમાં વધારો થાય તે માટે આવી જાહેરહિતની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular