Homeગુજરાતમોરબીવાંકાનેરના રામ ચોકમાં નજીવી બાબતે મહિલા પર બે શખ્સોનો હુમલો 

વાંકાનેરના રામ ચોકમાં નજીવી બાબતે મહિલા પર બે શખ્સોનો હુમલો 

વાંકાનેર શહેરમાં આવેલ રામ ચોક શુકલ શેરીમા મહિલા તથા સાથીઓના છોકરાઓ શેરીમાં ધુળેટીના તહેવાર અન્વયે કલર પાણીથી રમતા હોય અને વિડિયો ઉતરતા હોય ત્યારે સાયકલ આરોપીના ઘર પાસે મુકેલ જેથી મહિલા તથા સાથીઓ આરોપીના ઘર પાસે જતા બંન્ને શખ્સો મહિલા અને સાથીઓને ગાળો આપી માર માર્યો હોવાનો ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રામ ચોકમાં શુકલ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડાએ તેમની જ શેરીમાં રહેતા આરોપી જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી તથા બટુકભાઈ ગોરધનભાઈ મેઘાણી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા મીત્રોના છોકરાઓ શેરીમા ધુળેટીના તહેવાર અન્વયે કલર પાણીથી રમતા હોય આરોપી જ્યોતિકાબેન ત્યા આવી છોકરાઓ સાયકલ ઉપર બેસી મોબાઇલ થી વીડીયો ઉતારતા હોય અને સાયકલ તેના ઘર પાસે મુકેલ હોય જેથી છોકરાના વાલી ફરીયાદ તથા સાથીઓ આરોપીના ઘર પાસે જતા બન્ને આરોપીઓએ ગાળો બોલી છુટા પથ્થર તથા ઇટોના ઘા કરી અને લાકડી વતી હાથે પગે શરીરે ફરીયાદ- સાથીઓને મુંઢમાર મારી ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular