Homeગુજરાતમોરબીમાળીયામાં યુવકને છરી બતાવી જાનથી મારવાની ધમકી આપનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ 

માળીયામાં યુવકને છરી બતાવી જાનથી મારવાની ધમકી આપનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ 

માળીયા મીયાણા વિસ્તારમાં હોળીનો તહેવાર હોય યુવક તથા સાથીઓ નાળિયેરની રમત રમતા હોય તે વખતે આરોપીઓ કાર લઈને આવી યુવક તથા સાથીઓને ગાળો આપી માર મારવાની ધમકી આપી જતા રહેલ બાદમાં યુવક તથા સાથીઓ આરોપીઓ પાછળ જતા જી.કે. હોટલના ગ્રાઉન્ડમાં ઉભા હોય તે વખતે યુવક તથા સાથીઓ સાથે આરોપીઓએ ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા મિતરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૫) એ આરોપી યુસુફ ઉર્ફે ભાણો સંધવાણી રહે. ખીરઈ ગામ તા. માળીયા મીયાણા, કાસો સામતાણી રહે. ચિખલી તા. માળીયા મીયાણા તથા જુસબ રહે. ખીરઈ ગામ માળીયા મિયાણાવાળા વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓ હોળીનો તહેવાર હોય નાળીયેરની રમત રમતા હોય તે વખતે આરોપીઓ અલ્ટો ફોર વ્હીલ ગાડી લઇ આવી ફરીયાદી તથા સાથીઓને ભુંડી ગાળો બોલી માર મારવાની ધમકી આપી ગાડી લઇ જતા રહેલ જેથી ફરીયાદી તથા સાથીઓ તેની પાછળ જતા આરોપીઓ સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી લઇ જી.કે. હોટલના ગ્રાઉન્ડમાં ઉભા હોય તે વખતે ફરીયાદી તથા સાથીઓ આરોપીઓ સાથે વાતચીત કરવા જતા આરોપીઓએ ફરીયાદી તથા સાથીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો બોલી આરોપીઓએ છરી બતાવી ત્રણેય આરોપીઓએ ભેગા મળી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular