ટંકારા તાલુકા વિસ્તારના જુદા જુદા ગામની સીમમાં જી.ઇ.બી. ના થાંભલા પરથી એલ્યુમિનિયમના ઇલેકટ્રીક વાયરોની ચોરી કરતી ગેંગના એક આરોપીને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
ટંકારાના સાવડી ગામની સીમ અરણેશ્વર ફીડરના વીજવાયરના ૧૬ પોલ પરના એલ્યુમીનીયમનો ૧૮૦૦ મીટર વાયર તથા અન્ય બીજા બનાવમાં મિતાણા, હીરાપર, સરાયા ગામની સીમ વિસ્તારમાં આવેલ અલગ અલગ જગ્યાએથી વીજવાયરના એલ્યુમીનીયમનો ૭૨૪૦ મીટર વાયર કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી નુકશાન કરીને લઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે અલગ અલગ બે ગુનાઓ રજીસ્ટર થયેલ હોય.
ટંકારા પોલીસ દ્વારા ટંકારા વિસ્તારમાં આવેલ લોખંડ, પ્લાસ્કીટના ભંગાર લે-વેચ કરતા ભંગારના ડેલાઓ ચેક કરવા અને આ વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન પોલીસ સ્ટાફને છતર- વાછકપર રોડ ઉપર નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એક બોલેરો મેકસી વાહન નંબર-GJ-03-BW-3157 ની શંકાસ્પદ હાલતમાં મળી આવતા જે બોલેરો ચેક કરતા તેમાંથી એલ્યુમીનીયમના વાયરના ગુંચરા મળી આવતા જે બાબતે બોલેરો ચાલક પાસે આધાર પુરાવા બીલ માંગતા નહી હોવાનુ જણાવતા ઇસમની યુકિત પ્રયુકિતની પુછપરછ કરતા ટંકારા વિસ્તારમાં સાવડી ગામની સીમ વિસ્તારમાંથી એલ્યુમિનિયમના વાયરની ચોરી થયેલ હોય જે ગુનો આચર્યાની કબુલાત આપતા ઇસમના રીમાન્ડ મેળવી વિશેષ પુછપરછ કરતા મિતાણા, હીરાપર, સરાયા ગામની સીમ વિસ્તારમાંથી અલગ અલગ તારીખ સમયે જી.ઈ.બી.ના થાંભલાના ચાલુ બંધ વાયર કાપી ચોરી થયેલ હોય જે ગુનાઓ પણ પોતે આચરેલ હોવાનું અને એલ્યુમીનીયમના વાયર ભઠ્ઠીમાં સળગાવી તેના ઢાણીયા બનાવી છતર-રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં સંતાડેલાની કબુલાત આપતા મજકુર ઇસમને સાથે રાખી એલ્યુમીનીયમના ઢાળીયા તથા અન્ય મુદામાલ મળી બન્ને ગુનાનો કુલ કી.રૂ. ૯,૨૯,૭૫૦/- નો મુદામાલ સાથે આરોપી કિશન મોહનલાલ ગુર્જર (ઉ.વ. ૨૬) રહે. ડીડવાના તા.આમેટ જી.રાજસમંદ રાજસ્થાનવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય ત્રણ ઈસમોના ખુલતા કિશન આશારામ ગુર્જર રહે. પીથા કા ખેરા ગામ તા.દેવગઢ જી.રાજસમંદ (રાજસ્થાન), કૈલાશસીંગ ઉર્ફે જીવરાજસીંગ રાવત રહે. હાલ ટંકારા મુળ બ્યાવર (રાજસ્થાન), તથા શ્રવણસિંહ રહે. રાજસ્થાનવાળાને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.