Homeગુજરાતમોરબીટંકારામાં નજીક 3.95 લાખના એલ્યુમિનિયમ વાયર ગાયબ, અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ 

ટંકારામાં નજીક 3.95 લાખના એલ્યુમિનિયમ વાયર ગાયબ, અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ 

ટંકારા તાલુકામાં ફરી એકવાર વીજતાર ચોરીની ઘટના સામે આવી છે. પીજીવીસીએલની માલિકીના મીતાણા નાના ડેમ વિસ્તાર તથા હીરાપર વર્કસ પાટીયા શરણેશ્વર ફિડરની લાઇનમાંથી  કુલ રૂપિયા 3,95,577 કિંમતના એલ્યુમિનિયમ વાયરની અજાણ્યા શખ્સોએ ચોરી કરી નુકસાન પહોંચાડ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર રોયલ સોસાયટી ૬૦૧ શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા અને પી.જી.વી.સી.એલ.મા નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ દીનેશભાઈ ભુવા (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પી.જી.વી.સી. એલ. વિભાગની માલીકીની ટંકારા તાલુકાના મીતાણા ૬૬ કેવી મીતાણા સબ સ્ટેશન ની પાસે સરકારી ગોડાઉન થી મીતાણા ગામ પાસેના નાના ડેમ વચ્ચે ૧૧ કે.વી.જી.આઇ.ડી.સી.ફીડર ના ૧૫ ગાળા (૧૦૦ SQMM)૧૫૭૫ મીટર એલ્યુમીનીયમ વાયર અને ૧૧ કે.વી.ખોડીયાર ખેતીવાડી ફીડર ના ૧૬ ગાળા (55 SQMM) એલ્યુમીનીયમ વાયર ૧૬૮૦ મીટર તથા રાજકોટ મોરબી હાઇવે ઉપર મીતાણા ગામે હાઇવે બહુચર મંદીર પછી પેટ્રોલ પંપની આગળથી ૧૧ કેવી/જી.આઇ.ડી.સી ફીડરના ૨૫ ગાળા (૧૦૦ SQMM) ૨૬૨૫ મીટર સ્પેર લાઇન મળી તથા હીરાપર પાટીયા પાસે ૬૬ કે.વી. સરાયા સબસ્ટેશન જવાના રસ્તાની વચ્ચે ૧૧ કે.વી. અરણેશ્વર વોટર વર્કસ ફીડરની સ્પેર લાઇન ના ૩૪ ગાળા (૧૦૦ SQMM) એલ્યુમીનીયમ વાયર ૧૩૬૦ મીટર જેમા (૧૦૦ SQMM)ના કુલ ૫૫૬૦ મીટર તથા (55 SQMM)ના કુલ. ૧૬૮૦ મીટર મળીને કુલ રૂ- ૩,૯૫,૫૭૭/-ની કિંમતના એલ્યુમીનીયમ વાયરની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી નુકશાન કરીને લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.કલમ ૩૦૩(૨),૩૨૪(૫), તથા ઇલેક્ટ્રીકસીટી એક્ટ કલમ ૧૩૬ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular