Homeગુજરાતમોરબીવાંકાનેરમાં વીન્ડ-સોલાર લાઇન ચોરીનો ભંડાફોડ: 14.13 લાખના એલ્યુમિનિયમ વાયર સાથે 5 આરોપી...

વાંકાનેરમાં વીન્ડ-સોલાર લાઇન ચોરીનો ભંડાફોડ: 14.13 લાખના એલ્યુમિનિયમ વાયર સાથે 5 આરોપી એલ.સી.બી. મોરબીના જાળમાં

વાંકાનેર તાલુકા વિસ્તારના જુદા જુદા ગામોની સીમમાં વીન્ડ/સોલારના થાંભલાપરથી એલ્યુમિનિયમના ઇલેકટ્રીક વાયરોની ચોરી કરતી ગેંગના ચાર સભ્યો તથા ચોરીનો માલ રાખનાર સહિત કુલ-૫ આરોપીઓને કુલ રૂપિયા- ૧૪,૧૩,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી મોરબી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો છે.

વાંકાનેર પંથકમાં કલીનમેક્ષ એન્વિરો એનર્જી સોલ્યુશન લીમી. કંપનીના સબ સ્ટેશન બનાવી પવનચકી તથા સોલારની 33kv લાઇન લગાવવાના કામનો પેટા કોન્ટ્રાકટર, ઓપેરા એનર્જી, પ્રા.લી.કંપનીએ રાખેલ છે. અને વાંકાનેર તાલુકાના જુદા જુદા સીમ વિસ્તાર માં ૩૩ કેવી એલ્યુમિનિયમ વાયર લગાવવાનુ કામ ચાલુ હોય એ દરમિયાન કોઇ અજાણ્યા ઇસમએ ઉપરોકત જુદા જુદા સમય/સ્થળેથી આ ૩૬૮૦ મીટર વાયરો જે એક મીટરનો વજન આશરે ૮૦૦ ગ્રામ લેખે ૩૬૮૦ મીટર વાયરનો વજન આશરે ૩૦૦૦ કિલોગ્રામ જે એક મીટરની કિંમત રૂપીયા ૩૦૦/- લેખે ૩૬૮૦ મીટરની કુલ કિંમત રૂપીયા ૧૧,૦૪,૦૦૦/- નો કોઇ સાધનથી કાપી ચોરી કરી લઇ ગયેલ અને આ સિવાય અન્ય આવા વાયર ૧૭૭૦ મીટર કિં.રૂ.૫,૩૧,૦૦૦/-કાપી નુકશાની કરી નાશી જતા અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ હોય.

મોરબી એલ.સી.બી. આ ગુનો શોધી કાઢવા ટેકનીકલ માધ્યમથી તેમજ હ્યુમન સોર્સીસથી ખાનગી બાતમી મેળવી તેમજ ભંગારના ડેલાઓ ઉપર ખાનગીમાં વોય રાખવા અને તે ચેક કરવા માટે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીમાં ફરજ બજાવતા અધીકારી/કર્મચારીઓની જુદી-જુદી ટીમો બનાવી આ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ વાંકાનેર વિસ્તારના જુના લોખંડના પ્લાસ્કીટના ભંગાર લે-વેચ કરતા ભંગારના ડેલાઓ ચેક કરવા અને આ વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન વાંકાનેર રાતીદેવડી બાયપાસ રોડ પર પંચાસર ચોકડી નજીક ઇન્ડીયન પ્લાસ્ટીક નામના ભંગારના ડેલામાં ચેક કરતા નીચે જણાવેલ નામ વાળા કુલ પાંચ ઇસમો ચોરી કરતી ગેંગના ચાર કુકાભાઇ ઉર્ફે કુકો મનજીભાઇ ડાભી રહે.વિનયગઢ તા.વાંકાનેર, શૈલેષભાઇ રમેશભાઇ ગણાદીયા રહે. સતાપરગામ તા.વાંકાનેર, કરણભાઇ ઉર્ફે સંજય રાજાભાઇ ગણાદીયા રહે.સતાપર તા.વાંકાનેર, ભુરાભાઇ માલાભાઇ સરૈયા રહે. હીરાણા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા ચોરીનો મુદામાલ રાખનાર આરોપીહુશેનભાઇ વલીમામદભાઇ કાસમાણી રહે. ચંદ્રપુરગામ તા. વાંકાનેરવાળાને કુલ રૂપિયા 14,13,600 ના મુદામાલ સાથે મળી ઝડપી પાડી આરોપીઓ તથા મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ સટેશન ખાતે સોંપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular