Homeગુજરાતમોરબીનાની વાવડી કન્યા શાળા માં વિશ્વ વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી

નાની વાવડી કન્યા શાળા માં વિશ્વ વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી

નાની વાવડી કન્યા શાળા સતત નવી પેઢીને વૈજ્ઞાનિક દિશામાં આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે નાની વાવડી કન્યાશાળામાં તા. 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણી Sir C. V. Raman દ્વારા શોધાયેલ રામન અસરની યાદમાં કરવામાં આવે છે.

આ અવસરે શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય આધારિત ધોરણ 6 થી 8 ના આશરે 90 બાળકો દ્વારા અંદાજે 40 જેટલા પ્રયોગો અને મોડેલોની સુંદર રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી.

વિદ્યાર્થીઓએ નવીન વિચારો, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે પ્રયોગો રજૂ કર્યા, જેને પ્રોત્સાહન આપવા મોરબી તાલુકા ના BRC કોઓર્ડીનેટર ઉમેશભાઈ બોપલીયા નાની વાવડી CRC દુષ્યંતભાઈ મારવણીયા અને શાળાના આચાર્યે અને વિદ્યાર્થીના વિકાસ અને શિક્ષણ માટે તત્પર એવા શાળાના શિક્ષકો, ગામના સામાજિક આગેવાનો અને મોટી સંખ્યા માં વાલીઓ હાજર રહીને વિદ્યાર્થીઓ પ્રોત્સાહન આપવામાં આવ્યું.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ , વૈજ્ઞાનિક ચેતના, તર્કશક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થયો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular