Homeગુજરાતમોરબીહળવદના ચુપણી ગામે ૨૦૨૪મા થયેલ હત્યા કેસમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા...

હળવદના ચુપણી ગામે ૨૦૨૪મા થયેલ હત્યા કેસમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી 

હળવદ તાલુકાના ચુપણી ગામે ૨૦૨૪મા થયેલ ખુન કેશમાં પોલીસ તપાસ તેમજ સરકારી વકીલના પ્રયાસોના આધારે આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૪ માં ખુનનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેમાં તા.૨૬/૦૩/૨૦૨૪ ના રોજ ફરીયાદી ભરતભાઈ રામાભાઈ ઓળકીયા રહે ગામ ચુપણી તા.હળવદ જી.મોરબી વાળાના પિતાજી રામાભાઈએ આરોપીનો મોટર સાયકલમાં સાથ નહિ કરેલ તે બાબતેનુ મનદુખ રાખી છરીના ઘા મારી મોત નીપજાવેલ હોય જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા વાંકાનેર વિભાગ તથા તત્કાલીન પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી નાઓની સુચના અને સતત માર્ગદર્શન મુજબ તપાસ ચલાવેલ હોય જેમાં આરોપીને સત્વરે અટક કરી જેલ હવાલે કરેલ જે ગુનામાં તટસ્થ સાહેદો, સાંયોગીક પુરાવાઓ તેમજ ટેકનીકલ રીતે તપાસ કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રીત કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હોય જે કેશ બીજા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ મોરબીમાં ચાલી ગયેલ જેમાં મદદનીશ જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ દવે નાઓ દ્રારા મૌખીક તથા દસ્તાવેજી પુરાવો રજુ કરી કેશ ચલાવવામાં આવેલ જે આધારે નામદાર કોર્ટે આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયા રહે ગામ ચુપણી તા.હળવદ વાળાને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂપિયા ૫૦૦૦નો દંડ ફટકારવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular