વાંકાનેરના જડેશ્વર કોઠારીયા ખાતે રહેતા યુવકના બહેન વાંકાનેરમાં સાસરે હોય જ્યાં કરીયાવર બાબતે પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ એસિડ પી આત્મહત્યા કરી લેતા મૃતકના ભાઈએ ત્રણ ઈસમો વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના જડેશ્વર કોઠારીયા ખાતે રહેતા અને વેપાર કરતાં મુનાભાઈ રાણાભાઈ સાટકા (ઉ.વ.૩૦) એ આરોપી અવધભાઈ ભુપતભાઈ સરૈયા, ભુપતભાઈ ગાંડુભાઈ સરૈયા, તથા હર્ષાબેન ભુપતભાઈ સરૈયા રહે. બધા ભરવાડપરા વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના બહેન રૂપલબેન ઉં.વ.-૨૮ વાળીને આરોપીઓએ કરીયાવર બાબતે મેણા-ટોણા મારી શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા રૂપલબેને પોતાની જાતે એસીડ પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.