રાજકોટની નામાંકિત એચસીજી (HCG) હોસ્પિટલના નિષ્ણાત ઓર્થોપેડિક ડૉક્ટર ડૉ. અચલ સરડવા દ્વારા મોરબીમાં ખાસ કન્સલ્ટેશન સેવાનું આયોજન કરેલ છે. આ ઓપીડી તારીખ 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારે સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાશે. જેમાં ઘૂંટણ, થાપા અને અન્ય સાંધાના રોગોથી પીડાતા દર્દીઓને માર્ગદર્શન અને સારવાર અંગે સલાહ આપવામાં આવશે.
ડૉ. અચલ સરડવા પાસે 5000થી વધુ સર્જરીનો બહોળો અનુભવ છે અને તેઓ ફુલ્લી ઓટોમેટિક રોબોટિક પદ્ધતિ દ્વારા ઘૂંટણના સાંધાની સારવારમાં નિષ્ણાત ગણાય છે. કેમ્પ દરમિયાન ની-રીપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, ઘૂંટણની ઇજા તથા રિવિઝન સર્જરી સંબંધિત માહિતી પણ આપવામાં આવશે.
આ ઓપીડી અથર્વ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ ગ્રીન મોલ નજીક, ઉમિયા હોટલ સામે, મહેશ હોટેલવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. વધુ માહિતી અથવા એપોઇન્ટમેન્ટ માટે 8160516145 નંબર પર સંપર્ક કરો.