Homeગુજરાતમોરબીમોરબીમાં ત્રણ શખ્સોએ આધેડનું એકટીવા અને બાઈક સળગાવી રૂ.1.10 લાખનું નુકસાન કર્યું 

મોરબીમાં ત્રણ શખ્સોએ આધેડનું એકટીવા અને બાઈક સળગાવી રૂ.1.10 લાખનું નુકસાન કર્યું 

મોરબી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં આવેલ ભક્તિનગર સોસાયટી શેરી નંબર -02 માં ત્રણ શખ્સોએ આધેડનું એકટીવા અને મોટરસાયકલ સળગાવી દઈ રૂપિયા 1,10,000 નું નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ શિવમ હોસ્પિટલ પાછળ ભક્તિનગર સોસાયટી શેરી નંબર 2 માં રહેતા ભાવેશભાઈ મોહનભાઈ થારેચા (ઉ.વ.૪૫) એ આરોપી નિકુંજ ભાઈ જાની રહે. શિવરાજપુર જસદણ તથા ડોડીયા સુજલ રહે જસદણ તથા એક અજાણ્યો ઈસમ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ એકટીવા રજીસ્ટર નંબર GJ-36-AE -6444 અને મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-Q-2237 એમ બન્ને મોટર સાઈકલમાં આરોપીઓએ એકબીજાને મદદગારી કરી પેટ્રોલ છાંટી સડગાવી દઈ આશરે ૧,૧૦,૦૦૦/-નુ નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૨૪(૫),૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular