Homeગુજરાતમોરબીવાંકાનેરના જોધપર ગામે ઠપકો આપતાં યુવક અને તેના પરિવાર પર બે શખ્સોનો...

વાંકાનેરના જોધપર ગામે ઠપકો આપતાં યુવક અને તેના પરિવાર પર બે શખ્સોનો હુમલો

વાંકાનેર તાલુકાના જોધપુર ગામે રહેતા યુવકના દીકરાને આરોપીઓના દીકરા અવાર-નવાર હેરાન પરેશાન કરતા હોય જેથી આ બાબતે યુવકની પાડોશમાં રહેતા ઈદ્રેશભાઈને વાત કરતા આ બાબતે આરોપીને સારું ન લાગતા આરોપીઓએ યુવકને લાકડી વડે મારી યુવકના પિતાને ધક્કો મારી પાડી દઈ તેમજ યુવકના માતાને લાકડી વડે મારી ફેક્ચર કરી અને યુવકની પત્નીને ધક્કો મારી પાડી દઈ શરીર એ મૂંઢીજા કરી તથા યુવકના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામ રહેતા અને ખેતી કામ કરતા રિઝવાન ભાઈ માહમદભાઈ શેરસીયા (ઉ.વ.૪૦) એ તેમના જ ગામના આરોપી અબ્દુલભાઈ હુસેનભાઇ શેરસીયા તથા મકબુલભાઈ હુસેનભાઇ શેરસીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના દીકરાને આરોપીઓના દિકરા અવારનવાર હેરાન પરેશાન કરતા હોય જેથી ફરિયાદીએ આ બાબતે તેમના પડોશમાં રહેતા ઈદ્વિશભાઈને વાત કરેલ હોય અને બાદ રાત્રિના પોતાની વાડીએ જતા હોય ત્યારે ઘરની બાજુમાં રસ્તામાં સાથી ઈદ્વિશભાઈ એ વાત કરવા માટે બોલાવતા ફરિયાદીએ આરોપીઓના દીકરા પોતાના દીકરાને અવારનવાર હેરાન પરેશાન કરતા હોય જે બાબતે વાત કરતા આરોપીઓને સારું નહીં લાગતા આરોપી એ ફરિયાદીને ગાળો આપી બાદ ફરિયાદીને ગાળો આપી ફરિયાદીને ઘરે જઈ લાકડી વડે માર મારી તથા ફરિયાદીના પિતા અને ધક્કો મારી પાડી દઈશ શરીરે ઇજા કરી તેમજ ફરિયાદીના માતા કમીબેન ને લાગણી વડે માર મારી અને ફરિયાદીના પત્નીને ધક્કો મારી પાડી દઈ ઇજા કરી તથા ફરિયાદીના દીકરાને શાંતિ મારી નાખવાની ધમકી આપી હો અને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular