Homeગુજરાતમોરબીધ સાઇનિંગ સ્ટાર એવોર્ડ 2026 મેળવતા જામનગરના મહિલા પત્રકાર

ધ સાઇનિંગ સ્ટાર એવોર્ડ 2026 મેળવતા જામનગરના મહિલા પત્રકાર

લોટસ ઇવેન્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓને સન્માનિત કરાયા જેમાં પત્રકારત્વની શ્રેણીમાં ધ બેસ્ટ પત્રકાર તરીકે અમીબેન ગજ્જરને સન્માનિત કરાયા

લોટસ ઇવેન્ટ દ્વારા આયોજિત ધ શાઇનિંગ સ્ટાર એવોર્ડ શો ઓપન ઇન્ડિયા આ કાર્યક્રમમાં પ્રતિ વર્ષ સમાજમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે, જેમાં સમાજસેવિકા નૃત્યાંગના, ફેશન ડિઝાઈનર, એક્ટર, મોડલ, એડવોકેટ, પત્રકાર, ડોક્ટર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિતના વિભાગોમાં કાર્યરત મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે, વર્ષ 2026 માં રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જામનગરમાં છેલ્લા 16 વર્ષથી પત્રકાર તરીકે વિવિધ સેવાઓ આપી ચૂક્યા હોય તેવા અમીબેન ગજ્જર (અમૃતા ગોરેચા)ને વર્ષ 2026ના એવોર્ડ કાર્યક્રમના નિર્ણાયકોએ પત્રકારત્વ ક્ષેત્રે ધ સાઇનિંગ સ્ટાર એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

જામનગરમાં જન્મેલા અમીબેન ગજ્જર (અમૃતા ગોરેચા) તેમની પત્રકારત્વ ક્ષેત્રની કારકિર્દી વિશે વાત કરતા કહી શકાય કે તેઓ છેલ્લા 16 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે, તેઓએ (MJMC) માસ્ટર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે, સુરત યુનિવર્સિટી થી તેઓએ LL.M. નો અભ્યાસ કર્યો છે, પત્રકારત્વના શરૂઆતથી અરસામાં તેઓએ રાજકોટને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું, ત્યારબાદ જામનગર, અમદાવાદ, વડોદરા અને ભરૂચ ખાતે તેઓ પત્રકાર અને રિપોર્ટર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે, ઇલેક્ટ્રોનિક મીડિયામાં તેઓ ન્યુઝ એન્કર, આસિ. ચેનલ હેડ, કોપી એડિટર, ન્યુઝ રાઇટર સહિતની ફરજ બજાવી ચૂક્યા છે પ્રિન્ટ મીડિયા માં તેઓ રિપોર્ટર, સ્પેશિયલ સ્ટોરી રાઇટર, શૈક્ષણિક સમાચાર, સાંસ્કૃતિક સમાચાર, ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિઝમ, મહિલા લક્ષી લેખો, કોર્ટ કચેરીને લગતા સમાચારો, જુદા જુદા વગેરે વિષયો પર તેઓ પત્રકાર તરીકે કામગીરી કરી ચૂક્યા છે , चलते चलते નામની કોલમના રાઇટર પણ રહી ચૂક્યા છે, તેઓ ગુજરાતી અને હિન્દી ભાષામાં કવિતાઓ પણ લખે છે, જામનગર મહાનગરપાલિકામાં PRO (પબ્લિક રિલેશન ઓફિસર) અને યુ.સી.ડી. વિભાગમાં અકાઉન્ટિંગ ઓફિસર (કો.બે.) તરીકે છેલ્લા 5 વર્ષ થી ફરજ બજાવતા હતા, હાલ તેઓ મોરબી મહાનગરપાલિકામાં PRO (કો.બે.) તરીકે ફરજ બજાવી રહ્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular