Homeગુજરાતમોરબીવાંકાનેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો 

વાંકાનેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો 

વાંકાનેર; ભારતમાં ચાલી રહેલ ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ તથા શ્રીલંકા વચ્ચેની મેચ પર વાંકાનેરમા જલારામ જીન પાસે મહાવીર સોસાયટીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને પોલીસે દબોચી લીધો છે. જ્યારે અન્ય એક શખ્સનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ જલારામ જીન પાસે મહાવીર સોસાયટીમાં આરોપી જાહીદભાઈ ઇસ્માઇલભાઇ સીડા (ઉ.વ.૪૦) રહે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે ભાટીયા સોસાયટી વાંકાનેરવાળાએ પોતાના મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી ટી-૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર આરોપી સલીમ વાંકાનેરવાળાને મોબાઈલ ફોન સોદા લખાવી જુગાર રમતા હોય જેથ રેઇડ દરમિયાન પોલીસે રોકડા રૂપિયા ૨૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિંમત રૂ. ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૭૮૦૦ ના સાથે આરોપી જાહીદભાઈ ઇસ્માઇલભાઇ સીડાને પોલીસે ઝડપી પાડી બંને આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular