Homeગુજરાતમોરબીમોરબીમાં મર્ડરના આરોપીના રહેણાંક મકાને ઝડતી લેતા આરોપીના પીતા 22 બિયર ટીન...

મોરબીમાં મર્ડરના આરોપીના રહેણાંક મકાને ઝડતી લેતા આરોપીના પીતા 22 બિયર ટીન સાથે ઝડપાયાં 

મોરબી: મર્ડરના આરોપીના રહેણાંક મકાને ઝડતી તપાસ કરતા આરોપીના પિતાને પરપ્રાંતીય બિયરના ટીન નંગ-૨૨ કિ.રૂ. ૩૯૬૦ /-તથા બુલેટ એક તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.રૂ ૧,૧૮,૯૬૦/- ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા ખૂનના ગુન્હાનાના આરોપીના રહેણાંક મકાને ઝડતી તપાસ કરવા માટે આરોપીના રહેણાંક મકાને જતા ફરીયાદમાં જણાવેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરના પિતાની હાજરીમાં તપાસ કરતા રહેણાંક મકાનમાંથી બિયરટીન નંગ-૨૨ કિ.રૂ.૩૯૬૦/- તથા મોબાઇલ ફોન ૦૧ કિ.રૂ ૧૫૦૦૦/-તથા બુલેટ મો.સા.૦૧ કિ,રૂ. ૧૦૦૦૦૦/- મળી કુલ કિ.રૂ ૧,૧૮,૯૬૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ભરતભાઇ ઉર્ફે બી.કે. કાળુભાઇ ગોગરા /બોરીયા ઉ.વ.-૪૩ રહે. યદુનંદન ગૌશાળા પાછળ બોરીચાવાસ લીલાપર રોડ મોરબી ઝડપી પાડયો છે તેમજ માલ આપનાર રમજાન ઉર્ફે બાદશાહ ઓસમાણભાઇ મોવર રહેવાસી મોરબી વીસીપરાના રહેવાસી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular