મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ માળીયા મીયાણાના જૂના ઘાટીલા ગામની સીમમાં રજનીશભાઈ પીતાંબરભાઈ પટેલની વાડીએ રહેતા સુરસીંગભાઇ રતનભાઇ ડાવર (ઉ.વ.૩૫) નામના ખેત શ્રમીક યુવક વાડીએ જીરામાં દવાનો છટકાવ કરતા હોય ત્યારે શરીરમાં ઝેરી દવાની અસર થતા પ્રથમ સારવાર જેતપર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન ખેત શ્રમિકનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃત્યુ નોંધ કરી માળિયા પોલીસે આગળ તપાસા ધરી છે.