વાંકાનેરમાં રહેતા દંપતીના ઘરે ચાર શખ્સો જઈ દંપતીને મુંઢમાર મારી ઈજા પહોંચાડી હોવાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા મહિલાએ આરોપી શરીફભાઈ હનીફભાઇ પાયક, શરીફભાઈનો સાળો અદનાન, તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘરે હાજર હોય ત્યારે આરોપી તેના ઘરે આવી ઉશ્કેરાઈ ને ફરીયાદીના માથા ના વાળ પકડી તેમજ તે ના શરીરે છાતી ના ભાગે હાથ રાખી ફરીયાદીને ધકો મારેલ જેથી ફરીયાદી નિચે પડી ગયેલ તેમજ ફરીયાદીને માથાના ભાગે ઢીકા મારવા લાગેલ અને ફરીયાદીના પતિ સલીમભાઈ ઘરે આવતા તારા પતિને મારી નાખવો છે તેમ કહિ ફરીયાદીના પતિને મારવા લાગેલ અને ફરીયાદીના પતિની ડોક દબાવેલ અને ફરીયાદીએ આરોપીને બટકુ ભરતા ફરીયાદીના પતિને મુકી દિધેલ તથા આરોપીઓએ ફરીયાદીના ૫તિને ઢીકાપાટુનો માર મારી તથા ઘરે પડેલ ચપ્પલ વડે માર મારી ફરીયાદી તથા ફરીયાદીના પતિને મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.