મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવક ઉપર થયેલ ખુની હુમલાનો વણશોધાયેલ ગુનો ગણતરીના દિવસોમા શોધી કાઢી બે આરોપીઓને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
અનિલભાઇ ધનજીભાઇ રાઠોડ રહે. લીલાપર ગામ તા.જી.મોરબી વાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે તેઓ પોતે રવાપર ઘુનડારોડ ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટમા સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી ઉપર ગયેલ હતા જ્યાંથી તેઓ રાત્રીના આશરે પોણા દસેક વાગ્યાના અરસામા પોતાનુ મોટર સાયકલ લઇ તેના ધરે જવા નિકળેલ ત્યારે લીલાપર ઘુનડા રોડ ઉપર શિવમ પાર્ટીપ્લોટથી લીલાપર ગામની સીમ વચ્ચે ગાયત્રી સ્ટોન ભરડીયાથી આગળ વીડી તરફ જવાન રસ્તે પહોંચેલ ત્યારે એક કાળા કલરના નંબર વગરના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ઉપર ત્રણ માણસો આવી કોઈપણ કારણ વગર પોતાના મોટર સાયકલ આગળ ઉભા રહી રોકી પોતાને મારી નાખવાના ઈરાદે પેટના ભાગે, છાતીના ભાગે, વાંસામા તથા જમણા ગાલના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડેલ અને ઢીકા પાટુનો માર મારી નાસી ગયેલ હોય જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર થયેલ હોય.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના અધિકારી/કર્મચારીઓ મોરબી રવાપર ઘુનડા રોડ શનાળા જવાના ત્રણ રસ્તા પરથી બે ઇસમો શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરના જુના જેવા મોટર સાયકલ સાથે મળી આવેલ જેથી તેઓને ચેક કરતા મોટર સાયકલ ચાલક પાસેથી છરી મળી આવતા આ વણશોધાયેલ ગુનો હોવાથી બંન્ને ઇસમો શંકાસ્પદ જણાતા બંન્ને ઇસમોની વિશેષ પુછપરછ કરતા તેઓને આ ગુનો કર્યાની કબુલાત આપેલ અને આ ફરીયાદીને મારવાનુ કારણ પુછતા ફરીયાદીના મોટર સાયકલની ઓવર ટેઇક કરતા ફરીયાદીએ ટોકતા તેનો ખાર રાખી ઇસમોએ છરીથી ગંભીર જીવલેણ ઈજાઓ કરી અને ઢીકા પાટુનો માર મારેલ હોવાની બાતમી જણાવેલ જેથી તેઓએ આ ગુનામા ઉપયોગ કરેલ તે વાહન મોટર સાયકલ અને ફરીયાદીને ઇજા કરેલ તે પૈકીની એક છરી તેઓની પાસેથી મળી આવતા કબજે કરી બંન્ને ઈસમો બાલો દિપકભાઇ પરમાર/ રહે. મોરબી તથા વનરાજ ઉર્ફે અનુ કાળુભાઇ વાધેલા રહે.મોરબીવાળાને હસ્તગત કરી કાળા કલરનુ જુનુ નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિં.રૂ.૧૫,૦૦૦/- તથા છરી નંગ-૧ કિ.રૂ.૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨૫,૦૫૦/-નો કબજે કરેલ મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા સોંપવમા આવેલ છે.