છુટા રૂપીયા ૧૦-૨૦ ની નોટના બંડલો આપવાની લાલચ આપી ફરીયાદી /સાથીઓ પાસેથી રૂપીયાનુ અન્ય નામથી આંગડીયુ કરાવી છુટા રૂપીયા નહી આપી છેતરપીંડી કરતા ઇસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબીના રવાપર ધુનડા રોડ જયોતિપાર્ક સોસાયટીમા રહેતા ચેતનભાઇ રતીલાલ દેત્રોજાને આરોપીએ ફોન કરીને બદ ઇરાદાથી ફરીયાદીને રૂ.૧૦ તથા રૂ.૨૦ ના નોટના બંડલ આપવાની લાલચ આપી ફરીયાદીને અમદાવાદ ખાતે પૈસાના બંડલ માટે આંગડીયાનુ કરવા જણાવતા ફરીયાદીએ રૂ.૨,૫૦,૦૦૦/- નુ આંગડીયુ કરેલ તેમ છતા છુટા નોટના બંડલો નહી આપી કુલ કી.રૂ. ૨,૫૦,૦૦૦/- ની ઠગાઇ કરતા મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
બાદ આકામના આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ટેકનીકલ તેમજ હયુમન સોર્સીસ આરોપી પંકજભાઇ કેશવજીભાઇ ફેફર રહે.નવાગામ (લખધીરનગર) તા.મોરબીવાળાને પકડી પાડી આરોપીના રીમાન્ડની માંગણી કરતા દિન-ર ના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
આરોપીએ છેલ્લા છ માસ દરમ્યાન મોરબી શહેરમાં તેમજ અન્ય જીલ્લા વિસ્તારમાથી પંદરેક જેટલા લોકોને છુટા રૂપીયા જેમા રૂ.૧૦ અને રૂ.૨૦ ની નોટોના બંડલો આપવાની લાલચ આપી લોકો પાસેથી બીજા ખોટા નામથી રૂપીયાનુ આંગડીયુ કરાવી રૂપીયાના બંડલો નહી આપી ઠગાઇ કરવાની મોડેસ ઓપરેન્ડી જણાય આવેલ છે.તેમજ મજકુર આરોપી છ માસ દરમ્યાન કોઇ હોટલનો ખર્ચ કરવો ન પડે તેમજ પકડાય નહી તે માટે અમદાવાદ, સુરત,જયપુર, ગોવા જેવા શહેરમાં સતત ટ્રેન મારફતે મુસાફરી કરી મોટાભાગનો સમય મુસાફરીમા કાઢી તેમજ જયારે કોઇ વ્યકિત સાથે ઠગાઇ કરવાની હોય ત્યારે જ અમદાવાદ અથવા સુરત ખાતે આંગડીયુ કરાવી રૂપીયા મેળવી લઇ સતત ટ્રેનમાં મુસાફરી કરતો રહેતો હતો.