Homeગુજરાતમોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ

મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ

મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે ૨ થી ૫ દરમિયાન મોરબીના શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિભાગોના નિષ્ણાત ડોકટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ફ્રી બ્લડ સુગર ચેકઅપની સુવિધા ઉપલબ્ધ રહેશે.મોરબી ખાતે સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે આરોગ્યલક્ષી સેવાકીય કાર્યક્રમ તરીકે ફ્રી નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે યોજાશે.કેમ્પમાં વિવિધ હોસ્પિટલ અને ક્લિનિક સાથે સંકળાયેલા અનુભવી તબીબો દ્વારા સેવા આપવામાં આવશે. જેમાં ડો.ભૌમિક સરડવા (એથિકસ હોસ્પિટલ & ICU- મેડિસિન વિભાગ), ડો.ઉમેશ ગોધવીયા (પલ્સ હોસ્પિટલ & ICU- મેડિસિન વિભાગ), ડો.મેહુલ પનારા (વિઝન આંખની હોસ્પિટલ- આંખ વિભાગ), ડો.ધીરેન પટેલ (શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર- ડેન્ટલ વિભાગ), ડો.અક્ષય જાકાસણીયા (વાત્સલ્ય ચાઈલ્ડ હોસ્પિટલ- બાળરોગ વિભાગ), ડો.ભાવેશ શેરસિયા (ડિવાઈન સ્કીન & પંચકર્મા ક્લિનિક- સ્કીન વિભાગ), ડો.નિશિથ દઢાણીયા (આરાધના હોસ્પિટલ- ગાયનેક વિભાગ), ડો.વિમલ દેત્રોજા (લેપ્રોકેર- સર્જરી વિભાગ) તેમજ ડો.યશ કડિવાર (વેલકેર ઓર્થોપેડિક હોસ્પિટલ- ઓર્થો વિભાગ) પોતાની નિષ્ણાત સેવા આપશે. આ ઉપરાંત ડીઆર પટેલ પેથોલોજી લેબોરેટરી દ્વારા નિઃશુલ્ક બ્લડ સુગર ચેકઅપ પણ કરવામાં આવશે. આયોજકોએ વધુમાં વધુ લોકોને આ સેવા કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે યોગેશ રંગપડીયા(પ્રેસ રિપોર્ટર)ના મો. 90232 47747 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular