ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરીમાં ગયેલ ૧૦૦% મુદામાલ તથા અન્ય મુદામાલ મળી કુલ કિંમત રૂપીયા ૨૫,૨૧,૮૫૫/- સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
આ ફરીયાદ જાહેર કર્યા બાદ ફરીયાદી પોતે પોતાની મેળે ઘરમાં તપાસ કરતા આ ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદામાલમાં જણાવેલ સોના ચાંદીની ગીનીઓ જેમા સોનાની ગીનીઓ પેકીંગ કવરમાં હતી જેની ઉપર ૧૦ ગ્રામ ફાઇન ગોલ્ડ ૯૯૯ ના માર્કાવાળી નંગ-૧૪ જે સોનુ ૧૪૦ ગ્રામ તેમજ ચાંદીની ગીનીઓ જેમાં ચાંદીના ચોરસા આશરે ૫૦૦ ગ્રામના નંગ- ૨, ૧૦૦ ગ્રામની-૧, ૫૦ ગ્રામની-૨, ૨૫ ગ્રામની-૧, ૨૦ ગ્રામની-૨, વિગેરે મળી ચાંદી આશરે ૧ કિગ્રા અને ૨૬૫ ગ્રામ તથા એક મોબાઇલ ફોન પણ ગયેલ.
આ ગુન્હાની તપાસ કરતા હ્યુમન સોશીર્સથી ખાનગી બાતમી આધારે શંકાસ્પદ ઇસમ સોહીલ સતારભાઇ દલ રહે.કલ્યાણપર મફતીયાપ્લોટ, તા.ટંકારા,જી.મોરબી વાળાની આ ગુન્હામા શંકાસ્પદ ભુમીકા જણાય આવતા તેને લાવી આ ગુના સબંધી પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી સંતોષકારક ખુલાશો નહી કરતા તેને વિશ્વાશમાં લઇ યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા આ ગુનો આચર્યાની પોતે કબુલાત કરેલ અને ધરફોડ ચોરીથી મેળવેલ તે મુદામાલ તેણે છુપાવેલ સ્થળેથી કાઢી આપેલ ૧૦૦% મુદામાલ ઉપરાંત સોના/ચાંદીની ગીનીઓ ચોરસા તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૨૧,૮૫૫/- નો ધરફોડ ચોરીનો મુદામાલ શોધી કાઢેલ છે.