મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડમાં બકાલ માર્કેટની છત ઉપર તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂપિયા ૬૮૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડમાં બકાલ માર્કેટની છત ઉપર તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો હરીશચંદ્ર મનીરામ શર્મા (ઉ.વ.૨૨), દીવાકર રામ બહાદુર મોરે (ઉ.વ.૨૨), શનીભાઈ લાલકાપ્રસાદ સાહુ (ઉ.વ.૧૯) રહે. ત્રણે મોરબીના શનાળા રોડ માર્કેટ યાર્ડ તથા મનિષભાઇ ચતુરભાઈ દંતેસરીયા (ઉ.વ.૨૪) રહે. ચૌહાણના દવાખાના પાસે વીશીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૬૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



